આજે શનિવારે બપોરે 4.30 વાગ્યાની આસપાસ શાહપુરમાં પથ્થરમારાની ઘટના ઘટી હતી જેનો વીડિયો સામે આવ્યો છે.ફરિયાદીના પરિવાર પર આરોપીના પરિવારે પથ્થરમારો કરી દીધો હતો. શાહપુર કુરેશી હોલ પાસે 2023 માં હત્યા થઇ હતી.જેમાં આરોપી જેલમાં હતો અને 2023ના હત્યા કેસમાં આરોપી પેરોલ પર ઘરે આવ્યો હતો અને ફરિયાદી પરિવાર પર પથ્થર ફેંક્યા હતા.આરોપી મોહસીને પેરોલ પર આવતા જ ફરી મચાવી ધમાલ.એક વ્યક્તિને ઇજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.