આજરોજ તા. 13/12/2025, શનિવારે સવારે 11 થી 12.30 વાગ્યા દરમિયાન ધોળકા ખાતે મોહંમદી પ્રાથમિક શાળામાં AMP આયોજિત નેશનલ ટેલેન્ટ સર્ચ પરીક્ષા યોજાઈ હતી. ધોળકા અંજુમને નવજવાન સંસ્થાની દેખરેખ હેઠળ કુલ 10 બ્લોકમાં 267 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આ નિમિત્તે મોહંમદી તાલીમ કમિટીના સેક્રેટરી ઉસ્માનગની શેખ સાહેબ, અંજુમન સંસ્થાના પ્રમુખ વસીહૈદર પીરઝાદા તથા સભ્યો હાજર રહ્યા હતા એમ મોહંમદી પ્રાથમિક શાળાના આચાર્ય મુસ્તાકભાઈ મનસુરીએ જણાવ્યું હતું.