અડાજણ: સુરત: પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલની ભાજપ સંગઠનમાં મોટી નિમણૂક; સમર્થકોમાં ભારે ઉત્સાહ
Adajan, Surat | Dec 28, 2025 સુરત:ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનનું માળખું મજબૂત કરવાની કવાયત તેજ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ચોર્યાસી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઝંખનાબેન પટેલને સંગઠનમાં ઉપપ્રમુખ જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ જાહેરાત થતાની સાથે જ સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.ઝંખના પટેલની નિમણૂકના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં સમર્થકો અને ભાજપના કાર્યકરો તેમના નિવાસસ્થાને ઉમટી પડ્યા હતા.