રાજકોટ પૂર્વ: રાજકોટ: થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુબલિની ચોંકાવનારી ઘટના: પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી
રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે પશુબલિની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેટલાક લોકો દ્વારા બકરાઓની બલિ ચડાવવામાં આવી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે જીવ રક્ષા ફાઉન્ડેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પશુપ્રેમી સંગઠનના અગ્રણી કેતનભાઈએ આ ગેરકાયદેસર કૃત્ય વિરુદ્ધ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.