ભચાઉ: ગણેશ ટીંબી જવાના માર્ગ પર સરકારી જગ્યાએ સામખિયાળી પોલીસે વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો
Bhachau, Kutch | Nov 11, 2025 રાજ્યમાં દારૂનું વેચાણ કરવું અને સેવન કરવું તેના પર પ્રતિબંધ છે એમ છતાં દર વર્ષે ગુજરાતમાં કરોડોની કિંમતમાં દારૂના જથ્થા ઝડપાતા હોય છે. ત્યારે આજે કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં ગણેશ ટીંબી જવાના માર્ગ પર સરકારી જગ્યાએ સામખિયાળી પોલીસે વીદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો.