વડોદરા: ગમખ્વાર અકસ્માત,પંડ્યા બ્રિજ નીચે એસટી બસે ત્રણ યુવકોને ઉડાવ્યા,એકનું મોત
વડોદરા : પંડ્યા બ્રિજ નીચે પૂર ઝડપે આવી રહેલી એસટી બસે બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓને અડફેટે લેતા બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.જ્યારે એકનું હોસ્પિટલના બિછાને ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા.ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતને પગલે ફતેગંજ પોલીસે બસ ચાલક વિરોધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.