જામનગર શહેર: ધીરુભાઈ અંબાણી ચેમ્બર ઓફ કોમર્સ હોલ ખાતે સિપાહી સમાજનો રાજ્ય કક્ષાનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો
જામનગર ખાતે રાજ્ય કક્ષાનો વિદ્યાર્થી સન્માન અને ભવ્ય એવોર્ડ અભિવાદન સમારંભ યોજાયો હતો. રાજ્યભરના 150 થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થી ઓને મંચ પર સન્માનિત કરી તેમના ભાવિ સફળતાની શુભેચ્છા આપવામાં આવી હતી. સાથે જ સમાજની સેવા માટે જીવન સમર્પિત કરનાર વડીલોને "સિપાહી રત્ન એવોર્ડ" અને સમાજને વિવિધ ક્ષેત્રમાં ગૌરવ અપાવનાર વડીલો, બહેનો અને યુવાનોને "સિપાહી ગૌરવ એવોર્ડ"થી નવાજવામાં આવ્યા હતા.