ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી વીજ લાઈન પસાર થઈ રહી છે જે વીજ લાઈનના વીજ પોલ ખેડૂતોને જાણ કર્યા વગર સર્વે કરી કામગીરી હાથ ધરવામાં આવતા ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને કામગીરી અટકાવી હોય ત્યારે આ અંગે મોરબી જીલ્લા કલેકટર દ્વારા નોટીસ પાઠવાતા મળેલ નોટીસની મુદતમા વધારો કરવા બાબતે મોરબી જીલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.