ઉધના પોલીસે ફરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે.ઉધના પોલીસે રવિવારે સાંજે પાંચ.કલાકે આપેલી જાણકારી મુજબ,ઉધના વિજયનગર સ્થિત પ્લોટ નંબર બી /7 ના ઓટલા પરથી પોલીસે મૂળચંદ લખારા ને ઝડપી પાડ્યો હતો.જેની પાસેથી રૂ.10,700 ની કિંમતના પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ના 34 જેટલા બોબીન કબજે કરવામાં આવ્યા હતા.જે બોબીન કયાંથી લાવ્યો હતો અને કોણે વેચાણ કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.