ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર આવેલ સોલડી ટોલ પ્લાઝા ખાતે સર્વર ડાઉન થવાના કારણે રવિવારે સવારે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ટોલ પ્લાઝાથી લઈને સોલડી ગામ તરફથી હળવદ માળીયા દિશામાં જતા માર્ગ પર લગભગ 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી ટોલ પ્લાઝા પર ટેકનિકલ ખામીના કારણે ટોલ વસૂલાતની પ્રક્રિયા અટકી પડતાં વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો. પરિણામે કાર, ટ્રક, બસ સહિતના ભારે અને હળવા વાહનો કલાકો સુધી ધીમી ગતિએ આગળ વધતા રહ્યા