દાંતા: અંબાજી તીર્થ દર્શન સર્કિટ હેઠળ 18 થી વધુ બાઈકર્સે અંબાજી અને આજુબાજુ વિસ્તારનો સાહસિક પ્રવાસ યોજયો
અંબાજી તીર્થ દર્શન સર્કિટ અંતર્ગત એલિસીયમ એડવેન્ચર્સ બાઈકર્સ કમિટીના 18 થી વધુ બાઈકર્સે અંબાજી અને આજુબાજુના વિસ્તારનો ધાર્મિક અને સાહસિક પ્રવાસ યોજયો આ યાત્રાની શરૂઆત અંબાજી મંદિરના દર્શનથી થઈ હતી ત્યારબાદ ગબ્બર પાછળ આવેલા સુંદર ડેમની મુલાકાત લીધી હતી અને કુદરતનો આનંદ અનુભવ્યો હતો. ગુડા ગામ ખાતે સાહસિક એડવેન્ચર ટ્રેલરનો રોમાંચક અનુભવ મેળવ્યો હતો સફર દરમ્યાન રીંછડિયા ડેમ કામાક્ષી મંદિર ગબ્બર અને કોટેશ્વર જેવા પવિત્ર અને સ્થળોના દર્શન કર્યા હતા