માળીયા હાટીના: માળીયાહાટીના તાલુકામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાન બાબતે વહેલી તકે સહાયની માંગ કરવામાં આવી છે
માળીયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે અતિ ભારે વરસાદને કારણે મગફળી પાકને મોટું નુકસાન થયું છે મગફળી ના પાક ને નુકસાની થતા ખેડૂતોને રાતે પાણીએ રોવા નો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે પંચોની હાજરીમાં સર્વેને કામગીરી હાથ ધરવા આવતા ગ્રામ પંચાયત ઘર ખાતે ખેડૂતોને સાથે રાખી પંચોની હાજરીમાં સર્વેની કામની કામગીરી હાથ ધરાઈ હતી ગામના આગેવાન તથા ખંભાળિયાના સરપંચ શ્રી હીરાભાઈ તથા ગ્રામ સેવક શ્રી હિરેનભાઈ રામ તથા મનીષાબેન હાજર રહ્યા હતા.