સુરત જિલ્લામાં વધતી ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે, કામરેજ સુગર ફેક્ટરીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ફેક્ટરીએ શેરડી કાપણી માટે બહારથી આવતા 8000 જેટલા શ્રમિકોને કડકડતી ઠંડીથી રક્ષણ મળે તે માટે ધાબળા વિતરણ કરવાનો સેવાકીય નિર્ણય લીધો છે.આ વિતરણ અભિયાનનો પ્રારંભ માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવાની વિશેષ ઉપસિ્થતિમાં થયો હતો.