ભેસાણ: ભેંસાણના રીંકલબેન પન્ના બન્યા લખપતિ દીદી, હાથસાળ દ્વારા ખાદી, હેન્ડલુમ ઉત્પાદન તૈયાર કરી રીંકલબેન આત્મનિર્ભર બન્યા
ભેંસાણ તાલુકાનાં રીંકલબેન પન્નાએ પરંપરાગત હાથસાળ વ્યવસાય દ્વારા ખાદી અને હેન્ડલુમની વસ્તુઓનું ઉત્પાદન કરી અન્ય મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની પહેલ કરી છે. શ્રી રીંકલબેન વર્ષે એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરીને ગુજરાતનાં ‘લખપતિ દીદી’ બન્યાં છે.જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના વતની રીંકલબેન પન્ના તેમના પરિવાર સાથે પરંપરાગત હાથસાળ વ્યવસાયને આધારે ખાદી તેમજ હેન્ડલુમની વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરી રહ્યા છે.