કોરોનામાં પતિ ગુમાવતા બે સંતાનો સાથે રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી સુરતના ઇચ્છાપોરની ૩૭ વર્ષીય વિધવાનું નજીકના વિસ્તારમાં રહેતા ત્રણ હવસખોરોએ જીવવું હરામ કરી નાંખ્યું હતું. ત્રણેયની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતા.ખાનગી કંપનીમાં નોકરી કરતી વિધવાને ત્રણેક દિવસ પહેલાં રાત્રે ફોન આવ્યો હતો. ફોન કરનાર મોહન સુમલા સંગાડાએ મહિલાના સંબંધીનું કામ હોવાનું બહાનું બનાવ્યા બાદ સીધી જ અશ્લીલ વાત ઉચ્ચારી હતી.