વિસનગર: શુકન હોટલ ચોકડી પર ભયંકર ટ્રાફિક જામ; વાહનચાલકો અટવાયા
રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા તાજેતરમાં શહેરના ટ્રાફિકની સમસ્યા મુદ્દે સમીક્ષા બેઠક યોજ્યા બાદ પોલીસને સખ્ત કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. તેમ છતાં, વિસનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હજી પણ માથાના દુખાવા સમાન બની રહી છે. હાલમાં ચાલી રહેલા આઈ.ટી.આઈ. ઓવરબ્રિજની કામગીરીને કારણે શહેરના અનેક મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે, જેના કારણે વૈકલ્પિક માર્ગો પર સતત ટ્રાફિક જામ સર્જાય છે.