*જિલ્લા કલેકટરશ્રીએ બેદરકારી દાખવનાર તલાટીને ફરજમોકૂફ કર્યા – કામગીરીમાં શિસ્ત અને જવાબદારીનો કડક સંદેશ. ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શિસ્ત અને ફરજપ્રતિની પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને કડક પગલા લેવામાં આવ્યા છે. નડિયાદ ખાતે મહેસુલી તલાટી તરીકે ફરજ બજાવતા શ્રી વિજય રબારી બિનપરવાનગી ગેરહાજર રહેવા તથા ફરજ દરમિયાન બેદરકારી દાખવવા બાબતે, ગુજરાત સેવા શિસ્ત નિયમોના ભંગ બદલ જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે ફરજ મોકૂફ કર્યા છે..