ગીર સોમનાથ માં ગરીબ કલ્યાણ મેળામાં આપવાની કીટ બારોબાર સગેવગે.વેરાવળના ડારી ગામના જગદીશ બાંભણીયાની ધરપકડ
Veraval City, Gir Somnath | Jul 21, 2025
ગીર સોમનાથ જિલ્લામાં સરકારી યોજનામાં મોટી ગેરરીતિ સામે આવી છે. વેરાવળના ડારી ગામના યુવા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જગદીશ બાંભણીયાએ વિકસિત જાતિની કચેરી દ્વારા આપવામાં આવેલી 391 લાભાર્થીઓની ટૂલકિટ વેચી મારીને 17.12 લાખની ઉચાપત કરી છે.આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ગત તા.27/09/2024ના યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને ટૂલકિટ ન મળતાં ફરિયાદો ઊઠી. જિલ્લા કલેકટરે લાભાર્થીઓની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી.પોલીસે આરોપીની ધરપકડ કરી