થાનગઢ: થાનગઢના મોરથળા ગામની સીમમાં વાડીમાંથી વિદેશી દારૂની બોટલ ઝડપાઈ
થાનગઢ પંથકના મોરથળા ગામની સીમમાં વાડી વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમીને આધારે થાનગઢ પોલીસ મથકના સ્ટાફ દ્વારા દરોડો કરી 4.87 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લઈ કુલ ચાર શખ્સો વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.