વલસાડ: તાલુકા પંચાયત કચેરી રોડ ઉપર જિલ્લા ટ્રાફિક દ્વારા વાહન ચેકિંગ કરી દંડની કાર્યવાહી કરવામાં આવી
Valsad, Valsad | Nov 18, 2025 મંગળવારના 12:00 વાગ્યાની આસપાસ યોજાયેલી કાર્યવાહીની વિગત મુજબ વલસાડ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા આકસ્મિક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે. આજરોજ વલસાડના તાલુકા પંચાયત કચેરી રોડ ઉપર આડેધર પાર્ક કરવામાં આવેલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનના નિયમોનો ઉલ્લંઘન કરતા અને આડેધડ પાર્ક કરેલા વાહન ચાલકોને દંડ ફટકારી કાર્યવાહી કરતા અન્ય વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.