કાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે આવવાના હોવાથી દબાણ શાખાની ટીમે માત્ર એક દિવસ માટે કાર્યવાહી કરી દબાણ દૂર કર્યું છે. એક દિવસની આ કામગીરીથી તંત્ર પોતાની ફરજ પૂર્ણ થઈ ગઈ હોવાની ખુશી વ્યક્ત કરી રહ્યું છે, જ્યારે સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે રોજિંદી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે.