શહેરા: ઢાકલીયા ગામની યુવતી પર રખડતા શ્વાને હુમલો કરી ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે શહેરા અને ગોધરા ખસેડાઇ
શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ઢાકલીયા ગામે રખડતા શ્વાને એક યુવતી પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ ઢાકલીયા ગામના રહેવાસી સુરેખા બળવંતભાઈ બારીયા નામની યુવતી કોઇક કામ અર્થે જઈ રહી હતી,તે દરમિયાન અચાનક રખડતા શ્વાને તેના પર હુમલો કરી હાથના ભાગે ગંભીર રીતે બચકાં ભર્યા હતા,જેથી શ્વાનના હુમલાથી યુવતી લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડી હતી