સાયલા: સાયલાના શીરવાણિયા ખાતે ૨૧ દીકરીઓના બીજા સમૂહલગ્નનું જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું
સાયલા ના શીરવાણીયા ગામે જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બીજા સમૂહલગ્નોત્સવ નું આયોજન કરાયું હતું. આ માંગલિક કાર્ય માં સર્વ સમાજની ૨૧ દીકરીઓ ના સમૂહ લગ્ન પ્રસંગે રાજ્ય-સરકાર ના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા,ધજાળા લોમેવધામ સંસ્થાના મહંત પૂ. ભરતબાપુ, મામલતદાર રમેશભાઇ ચૌધરી સહિતના રાજકીય, સામાજિક અગ્રણીઓ, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નવદંપતીઓ ને આશીર્વાદ પાઠવ્યા હતા.