રાજ્યના શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા ના નેતૃત્વમાં ઘેલા સોમનાથ થી શરૂ થયેલી જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા આજે કેશોદ તાલુકાના અગતરાય થી શરૂ થઈ પાણીધ્રા ગામે પહોંચી હતી.કેબિનેટ મંત્રીશ્રીએ આ પદ યાત્રા દરમિયાન તેમના છ દિવસનો અનુભવ વર્ણવતા કહ્યું હતું કે, પદયાત્રા દરમિયાન ચાલતા થઈ એટલે શિવજીની કૃપાથી પગમાં ઉર્જા આવી જાય છે