પોશીના: તાલુકાના લાંબડીયા ગામે માવતર કાવડ યાત્રા યોજાઈ
આજે બપોરે 3 વાગે મળતી માહિતી મુજબ પોશીના તાલુકાના લાંબડીયા ગામે ગંગા અમૃત સંસ્કાર મંડળ દ્વારા માવતર કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે શહેરના અંબિકા માતાજી મંદિર થી નીકળી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મંદિરે પહોંચી અભિષેક કરાયો હતો. અને ત્યારબાદ આ માવતર કાવડયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ત્યારે આ માવતર કાવડયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા.અને ધન્યતા અનુભવી હતી.