ધ્રાંગધ્રાના રામગઢમાં રહેતા યુવાને વાઘોડીયાની યુવતી સાથે રૂપિયા બે લાખ આપીને લગ્ન કર્યા હતા લગ્નના ચાર દિવસ બાદ યુવતી તેને લગ્ન સમયે ચડાવેલા દાગીના, વધુ રૂ. 18 હજાર રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ હતી આ અંગે લૂંટેરી દુલ્હન સહિત કુલ 6 શખ્સો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.