પોરબંદર શહેરમાં તા.૩૧મેના રોજ “ઓપરેશન શિલ્ડ” અંતગર્ત બ્લેક આઉટ કરાશે, રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન બ્લેક આઉટ કરવામાં આવશે
Porabandar City, Porbandar | May 31, 2025
પોરબંદર જિલ્લામાં તા.૩૧ મેના રોજ સાંજે ૮ વાગે “ઓપરેશન શિલ્ડ” અંતગર્ત બ્લેક આઉટ કરવામાં આવશે આ બ્લેક આઉટ મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, પોરબંદર શહેર, રાણાવાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં તા.૩૧ મે સાંજે ૮ વાગે “ઓપરેશન શિલ્ડ” અંતગર્ત બ્લેક આઉટ કરવામાં આવશે..