કેશોદની એક નાની બાળકી સમગ્ર શહેરનું નામ રોશન કરી રહી છે. આજના મોબાઈલના યુગમાં જ્યાં બાળકો મોબાઈલની લત તરફ આકર્ષાઈ રહ્યા છે, ત્યાં માત્ર બે વર્ષની ઉંમરે આંસી ડઢાણીયાએ ઈન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવીને અનોખું સિદ્ધિ હાંસલ કરી છે.આંસી એ 1.32 મિનિટ માં ભારતના નકશામાં દર્શાવાયેલા તમામ રાજ્યોને સૌથી ઝડપી ઓળખવાના રેકોર્ડ સાથે તેને વર્લ્ડ ચેમ્પિયનનો મેડલ એનાયત થયો છે.