ઉધના: સુરતના અઠવામાં થયેલ હત્યા નો ભેદ ઉકેલાયો, પત્ની અને દીકરીઓ પર ખરાબ નજર રાખી રહ્યો હોવાની શંકા રાખી આરોપીએ હત્યા કરી હતી
Udhna, Surat | Nov 5, 2025 સુરત શહેરના અઠવામાં થયેલી એક હત્યાના રહસ્યને સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યું છે.પોલીસે આરોપીની ધરપકડ કરી છે.આરોપીએ ઇંટના ટુકડા વડે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી રાજુ વજેસિંગ રંગાડાની.હત્યા કરી હતી.આરોપીને શંકા હતી કે મૃતક તેની પત્ની અને દીકરીઓ પર ખરાબ નજર રાખી રહ્યો છે. શંકાના આધારે તેણે હત્યા કરી નાખી હતી.રાજુ સંગાડાને માથાના ભાગે આશરે 12 જેટલી ગંભીર ઈજાઓ પહોંચાડી તેમનું મોત નીપજ્યાવું હતું અને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.