ઝઘડિયા: ઉમલ્લા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા 'ત્રિશૂળ દીક્ષા સમારોહ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આવેલા શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના ઝઘડીયા પ્રખંડ દ્વારા એક મહત્વપૂર્ણ 'ત્રિશૂળ દીક્ષા સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું. હિન્દુ યુવાનોમાં ધાર્મિક સંસ્કાર અને સંગઠન ભાવનાને સુદ્રઢ કરવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.