વડોદરા : છાણી અને હરણી પોલીસ મથક ખાતે નોંધાયેલા ઠગાઈના ગુનામાં અટલાદરાનો વિજય પરમાર નામનો ઈસમ ગુનો દાખલ થયા બાદ ફરાર થયો હતો.દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે તે ભાયલી ફાટક પાસેની ક્રિષ્ના વાટિકામાં એક ફ્લેટમાં રહે છે જેથી વોચ ગોઠવી તેને દબોચ લીધો હતો તપાસમાં છાણી હરણી અને સુરતના ઉમરા પોલીસ સ્ટેશનના ઠગાઈના ગુનામાં તે નાસ્તો ફરતો હોવાનું જણાય આવ્યું હતું.જેથી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.