જાંબુઘોડા: જાંબુઘોડા પી.એમ.શ્રી જવાહર આશ્રમ શાળા નારુકોટ ખાતે બાળ વિજ્ઞાનીક પ્રદર્શન ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો
જાંબુઘોડાના નારુકોટ ગામે પી.એમ શ્રી જવાહર આશ્રમ શાળા ખાતે તા.21 નવેમ્બર શુક્રવારના રોજ બાળ વિજ્ઞાનીક પ્રદર્શન ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમા 25 સ્કૂલમાથી બાળ વૈજ્ઞાનિકો 25 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમા વિવિધ સ્કૂલોના શિક્ષકો મહિલાઓ તેમજ જાંબુઘોડા તાલુકા ના સરપંચો વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.