મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) હેઠળ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તા.૧૦મી ડિસે.-બુધવારે આખરી ખાસ કેમ્પમાં મહત્તમ ગણતરી ફોર્મ પરત આવે તેઓ અનુરોધ કરી સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. એસ.આઈ.આર.ની કામગીરી માટે આગામી તા.૧૦/૧૨/૨૦૨૫ના રોજ જો કોઈ મતદારોએ ફોર્મ પરત આપવાના બાકી રહ્યા હોય તો બી.એલ.ઓ. સંબધિત મતદાન બેસશે.