ગાંધીધામ: મનપા દ્વારા આદિપુરમાં ભવ્ય સ્પેસ સાયન્સ એક્ઝિબિશનનુ આયોજન કરાયું
ગાંધીધામ મહાનગર પાલિકા અને ઈસરો ધ્વારા આજરોજ તા. ૨૩/૧૧/૨૦૨૫ રવિવારના રોજ મૈત્રી મહાવિદ્યાલય આદીપુર ખાતે સવારે ૧૧.૦૦ કલાકે ગાંધીધામ મહાનગર પાલિકાના કમિશનર મનિષ ગુરવાની ( IAS ) અને ગાંધીધામ ધારાસભ્ય માલતિબેન મહેશ્વરી, નાયબ કમિશનર મેહુલ દેસાઈ, નાયબ કમિશનર સંજયકુમાર રામાનુજ, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ વિજય પરમાર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ તથા ડૉ. વિક્રમભાઈ સારાભાઈ સ્પેસ એકિઝબિશન (VSSE) ટીમની હાજરીમાં કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.