માણાવદર તાલુકાના પીપલાણા ગામે રહેતો પીયુષભાઈ પ્રવિણભાઈ વડીયાતરમાણાવદરના સીને પ્લાઝા એપાર્ટમેન્ટ પાસેના ગ્રાઉન્ડમાંથી આજ રોજ પોતાના કબ્જામાં રાખેલ પ્લાસ્ટીકની થેલીમાં ગે.કા.પાસ પરમીટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂ ઓફીસર ચોઈસ કલાસીક વિસ્કી, ફોર સેલ રાજસ્થાન ઓન્લી લખેલ ચપટા, વાઈટ લેક વોડકા, ઓરેન્જ ફલેવર એવી શીલ પેક ચપટા બોટલ જેવી વસ્તુઓ અને અંદાજે 8 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ માણાવદર પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.