આજે સવારે 10 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ની દીકરીએ ગુજરાત, જિલ્લા સહિત સમાજનું ગૌરવ વધાર્યું છે. પોશીના તાલુકાના માતરવાડા ગામના અજયભાઈ પરમારની ધોરણ 6 માં અભ્યાસ કરતી દીકરી પ્રિયંકા એ વડોદરા ખાતે યોજાયેલ જુડો સ્પર્ધામાં ભાગ લઈને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ત્યારે આટલી નાની ઉંમરે પ્રિયંકાએ ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લાનું તેમજ આદિવાસી સમાજ તેમજ પોશીના પંથકનું ગૌરવ વધાર્યું હતું.