દારૂ અને ડ્રગ્સ ના મુદ્દાને લઈ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં ડીસામાં મોટી સંખ્યામાં રેલી યોજી આવેદનપત્ર આપ્યું....
Deesa City, Banas Kantha | Nov 28, 2025
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તાજેતરમાં દારૂ, ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોના ખુલ્લા વેચાણ મુદ્દે પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા બાદ આજ રોજ ડીસામાં તેમના સમર્થકો દ્વારા પ્રચંડ મહારેલી ઉપાડવામાં આવી. તા.૨૮/૧૧/૨૦૨૫ ને શનિવારના રોજ સમર્થકો હાથોમાં બેનર તથા પોસ્ટરો લઈને ડીસા શહેરના મુખ્ય માર્ગોથી ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું....