ખંભાત ગ્રામ્ય વિસ્તારમાં મોબાઈલ ખોવાઈ ગયાની પોલીસ ચોપડે નોંધાયા બાદ એક્ટિવ થયેલ મોબાઈલ શોધી કાઢી તેમના મૂળ માલિકને પરત કર્યો હતો.તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ ખંભાત ગ્રામ્ય પોલીસ દ્વારા ખોવાયેલ મોબાઇલ મૂળ માલિકને પરત કરી સરાહનીય કામગીરી કરી હતી.જે અંગે માલિકે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.