15/ 12/ 2025 ના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા જંકશન ખાતે રેલવે ઓવરબ્રિજ ના નિર્માણ કાર્યમાં વિલંબનો મુદ્દો રાજ્યસભામાં ઊઠવા પામ્યો હતો. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આ મામલે ઝડપી કાર્યવાહીની માંગ કરી છે ધોળા જંકશન ખાતે બાયપાસ રોડ નિર્માણ કાર્યમાં ભાગરૂપે આ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે જો કે છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી તેનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવી રહ્યા છે.