ઉમરાળા: ઉમરાળા તાલુકા ભાજપ આગેવાનો દ્વારા મામલતદારને રજૂઆત કરાઈ
આજે તારીખ 28 ઓક્ટોમ્બર 2025 ના રોજ ઉમરાળા ભાજપ સંગઠન દ્વારા તાલુકામાં પડેલ કમોસમી વરસાદ માં ખેડૂતોને થયેલ વ્યાપક નુકસાન ને લઇ ઉમરાળા મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને ખેડૂતોને થયેલ નુકસાન પેટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.