માંગરોળ પાલિકામાં રાજકીય ભૂકંપ: પ્રમુખ–ઉપપ્રમુખ સામે વિપક્ષની અવિશ્વાસ દરખાસ્ત, ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લો માંગરોળ નગરપાલિકામાં સત્તાધીશ ભાજપ માટે મુશ્કેલીભર્યો સમય ઊભો થયો છે. પાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા અને ઉપપ્રમુખ અબ્દુલ્લાહ મીયા સૈયદ વિરુદ્ધ વિપક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે બસપાના ટેકાથી 25 વર્ષ બાદ ભાજપને મળેલી સત્તા માત્ર દશ મહિના જેટલા ટૂંકા સમયગાળામાં જ અવિશ્વાસની કસોટી સામે આવી છ