આરોપીઓએ ભીમદેવકા અને ફુલપરાની જમીન સોલાર પ્લાન્ટ બનાવવા માટે પ્રતિએકર રૂા. ૪,૨૧,૦૦૦ નક્કી કરી કુલ ૮૦૦ એકર જમીન વેચાણ આપવાનો નોટરીવાળો કરાર ફરિયાદીના પિતા તથા ૧૧૬ ખાતેદારો સાથે ચર્ચા કે વાત કર્યા વગર જમીન અંગે નોટરી કરાર કર્યો હતો. તેમને કોઈ હક્ક, અધિકાર ન હોવા છતાં બારોબાર ખોટા દસ્તાવેજ- નોટરી કરાર બનાવી ગુનો આચરાયો હોવાની આક્ષેપવાળી ફરિયાદ થઈ હતી.બન્ને પક્ષોની દલીલો સાંભળી ધ્યાને લઈ આરોપીઓને આગોતરા જામીન પર મુક્ત કરવાનો આદેશ કરાયો હતો