મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગાની જગ્યાએ નવું બિલ લાવવામાં આવ્યું છે.જે અંતર્ગત શનિવારના રોજ મોરવા હડફના દેલોચ ગામે વીબી–જી રામજી અધિનિયમ–૨૦૨૫ અંતર્ગત બેઠક ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમા યોજાઈ હતી આ અધિનિયમના ઉદ્દેશો, તેના વ્યાપક લાભો અને જનસામાન્ય સુધી તેની અસરકારક અમલવારી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ જેની માહિતી આજે રવિવારે સવારે 9 કલાકે સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થઈ હતી