રૂપાણી સર્કલમાં આર્ટિસ્ટ મહિલા શેરીગુપ્તા પર તેના જ ઇન્સ્ટાગ્રામ મિત્ર નિત બારૈયાએ સોશિયલ મીડિયા પર ગાળો આપતો હોવાથી મહિલાએ તેને બ્લોક કરી દીધો હતો. આ બાબતનો ખાર રાખી આરોપીઓએ તલવાર અને લોખંડના પાઇપ વડે મહિલાની એમ.જી. હેક્ટર કારના કાચ અને બોનેટ તોડી નાખી મોટું નુકશાન પહોંચાડ્યું હતું અને મહિલાને જાનથી મારવાની ધમકી આપી હતી,જે અંગે ઘોઘા રોડ પોલીસ પત્રકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા