રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત રોલ ઓબ્ઝર્વર સુશ્રી ઐશ્વર્યા સિંઘ (IAS)એ સુરત જિલ્લામાં ચાલી રહેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. તેઓ| ભારત સરકારના જલશકિ્ત મંત્રાલયના સંયુક્ત સચિવ| અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના એમ.ડી. પણ છે. તેમણે નર્મદા, તાપી અને વલસાડ જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા પણ સમીક્ષા કરી હતી.