આજે તારીખ 16/12/2025 મંગળવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 100 દિવસની વિશેષ ઝુંબેશના ભાગરૂપે દેવગઢ બારીઆ તાલુકાના PHC-ભુવાલ ખાતે સઘન ટીબી નિર્મૂલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.આ શિબિરમાં કુલ 204 લાભાર્થીઓના પોર્ટેબલ X-ray તેમજ ટીબીની ઓળખ માટે જરૂરી અન્ય આરોગ્ય તપાસો સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી. શિબિર દરમિયાન શંકાસ્પદ દર્દીઓની સમયસર તપાસ કરીને વહેલી તકે સારવાર શરૂ કરી શકાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.