માળીયા: માળીયા મિયાણાના વિદરકા નજીક દેશી દારૂ ભરેલી સ્કોર્પિયો સાથે એક ઝડપાયો, ચાર ફરાર, વિડિયો વાયરલ...
માળીયા મિયાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે વિદરકા ગામના પાટિયા પાસેથી દેશી દારૂનો જથ્થો ભરી પસાર થતી GJ - 36 - AR - 0015 નંબરની સ્કોર્પિયો કાર અટકાવતા ચાર આરોપીઓ નાસી ગયા હતા. જેમાં કારની તલાશી લેતા સ્કોર્પિયોમાંથી 150 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે આરોપી રાજેશ હરજીભાઈ ચાવડાની અટકાયત કરી હતી.