મોરબી: મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસે કુંડીની તૂટેલી ગ્રીલની માથે નવી ગ્રીલ મૂકી સંતોષ માની લેવાયો
Morvi, Morbi | Nov 18, 2025 મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે કુંડીની તૂટેલી ગ્રીલ કાઢીને તેની જગ્યાએ નવી ગ્રીલ મુકવાને બદલે મહાપાલિકા તંત્રએ જૂની ગ્રીલની માથે જ નવી ગ્રીલ મૂકી દેતા વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. હાલ અહીં મહાપાલિકાના આ અંધેર તંત્રને કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે.