વેરાઈ માતાજીના મંદિરમાં મોટી ચોરી; કિંમતી આભૂષણો, પાદુકા અને ચાંદીનું સત્તર ચોરાયું 🕉️
Mahesana City, Mahesana | Dec 3, 2025
મહેસાણા તાલુકાના વીરતા ગામે આવેલા પવિત્ર વેરાઈ માતાજીના મંદિરમાં મોડી રાત્રે ચોરીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. બે તસ્કરોએ મંદિરને નિશાન બનાવી માતાજીને અર્પણ કરાયેલા લાખો રૂપિયાના કિંમતી આભૂષણો, ચાંદીનું સત્તર (સત્ર) અને પાદુકાઓની ચોરી કરી ફરાર થઈ ગયા છે.