કાલોલ તાલુકાના બાકરોલ પાસે સમડિયાની મુવાડી ગામે રહેતા અને ઇનોક્સ કંપનીમાં નોકરી કરતા નરેન્દ્રસિંહ રણજીતસિંહ ગોહિલ ઉ. વ.૪૪ ઉતરાયણના દિવસે બપોરના સુમારે પોતાની મોટરસાયકલ લઈને બાકરોલ થી બોરુ તરફ કેનાલના રસ્તે જતા હતા ત્યારે પોતાનું મોટરસાયકલ ગફલત ભરી રીતે હંકારતા કેનાલની પાળ સાથે અથડાવી દેતા મોટરસાયકલ ઉપરથી ઊછળી નર્મદા કેનાલના પાણીમાં પડી ગયા હતા. તેઓનું મોટરસાયકલ કેનાલની પાળ પાસે પડેલું જોવા મળેલ હાલોલ તેમજ કાલોલ ના ફાયર બ્રિગેડની ટીમ અને સગા સંબંધ